Dhanterash Vishesh

Join WhatsApp Group Join Now


શાસ્ત્રોમાં લક્ષ્મીજીને ધન, વૈભવ, સંપત્તિ, યશ અને કીર્તિનાં દેવી આવે છે. એવું કહેવાય છે કે મા લક્ષ્મીની કૃપા વગર શું માનવામાં જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતા સંભવ નથી. માતા લક્ષ્મી પોતાના ભક્તોની મનોકામના અનેક રૂપમાં પૂર્ણ કરે છે. ધર્મગ્રંથો અને પુરાણોમાં લક્ષ્મીનાં આઠ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેને અષ્ટ લક્ષ્મી કહેવામાં આવે છે. માતાનાં આ અષ્ટ લક્ષ્મી સ્વરૂપ પોતાનાં નામ અને રૂપ અનુસાર ભક્તોનાં દુઃખ દૂર કરે છે. સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. આજે આપણે અષ્ટ લક્ષ્મીનાં સ્વરૂપો અને તેની વિશેષતા અંગે વાત કરીશું.

આદિ લક્ષ્મી : પુરાણમાં આદિ લક્ષ્મીને મહાલક્ષ્મીનું પ્રથમ સ્વરૂપ કહેવામાં આવે છે. આદિ લક્ષ્મી ભગવાન શ્રી હરિ વિષ્ણુનાં પત્ની છે અને આ જ લક્ષ્મીનું મૂળ રૂપ પણ માનવામાં આવે છે. ભાગવત પુરાણ અનુસાર મહાલક્ષ્મીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓને પ્રગટ કર્યાં હતા. માતા સરસ્વતી અને મહાકાળીની ઉત્પત્તિ પણ એમનામાંથી જ થઇ હતી, એવું કહેવામાં આવે છે. આદિ લક્ષ્મી જીવ પ્રદાન કરે છે. તેની સાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ધનલક્ષ્મી :  મા લક્ષ્મીના બીજા સ્વરૂપને ધનલક્ષ્મી કહેવામાં આવે છે. એમના એક હાથમાં ધનથી ભરેલો કળશ છે અને બીજા હાથમાં કમળનું ફૂલ છે. ધનલક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે તથા દેવાં-કરજમાંથી મુક્તિ મળે છે. પુરાણો અનુસાર દેવી પદ્માવતી સાથે લગ્ન કરવા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુના એક અવતાર વેંકટેશે કુબેર પાસેથી ધન લીધું હતું. એને તેઓ ચૂકવી શક્યા નહોતા, ત્યારે માતા લક્ષ્મી ધનની દેવીના રૂપમાં પ્રગટ થઇ અને તેમણે ભગવાન વેંકટેશની મદદ કરી ઋણમાંથી મુક્તિ અપાવી હતી.

ધાન્ય લક્ષ્મી:  ધાન્ય લક્ષ્મી માતાનું ત્રીજું રૂપ છે. તે સંસારમાં : ધાન્ય એટલે કે અનાજના રૂપમાં વાસ કરે છે. ધાન્ય લક્ષ્મીને મા અન્નપૂર્ણા પણ કહેવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે ક્યારેય અનાજનો કે ખોરાકનો અનાદર ન કરવો જોઈએ. જ્યાં ધાન્ય લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, ધનનો આદર કરવામાં આવે છે, ત્યાં અન્નના ભંડાર ભરેલા રહે છે. ક્યારેય અનાજની અછત ઊભી થતી નથી.

ગજ લક્ષ્મી : ગજ લક્ષ્મી હાથીની ઉપર કમળના આસન પર વિરાજમાન છે. તેમની બંને બાજુ હાથી સૂંઢમાં પાણી ભરીને માતા ગજ લક્ષ્મીનો જલાભિષેક કરે છે. મા ગજ લક્ષ્મીને ખેડૂતોની દેવી માનવામાં આવે છે. જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે તેમણે માતાના આ સ્વરૂપની પૂજા કરવી જોઇએ.

સંતાન લક્ષ્મી : લક્ષ્મીજીનું પાંચમું સ્વરૂપ સંતાન લક્ષ્મી છે. સંતાન લક્ષ્મીને સ્કંદમાતાના રૂપમાં પણ પૂજવામાં આવે છે. તેમના ચાર હાથ છે. એમાં બે હાથમાં કળશ અને બે હાથમાં તલવાર અને ઢાલ છે. તેમના ખોળામાં બાળક સ્કંદ બેઠો છે. એવું કહેવાય છે કે જે ઘરમાં સંતાન લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તેમનું માતા સંતાનની જેમ રક્ષણ કરે છે. જેમને સંતાન ન થતાં હોય તેમણે સંતાન લક્ષ્મીની વિધિ-વિધાન અનુસાર પૂજા કરવી જોઈએ.

વીર લક્ષ્મી : માતા લક્ષ્મીજીનું આ રૂપ ભક્તોની વીરતા અને સાહસનું પ્રતીક છે. વીર લક્ષ્મીમાતાની આઠ ભુજાઓ છે. એમાં વિવિધ પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્ર છે. તે વીર અને સાહસી લોકોનાં આરાધ્ય દેવી છે. વીર લક્ષ્મી યુદ્ધમાં વિજય અપાવે છે. એમની પૂજા કરવાથી ભક્તોનું અકાળે મૃત્યુ થતું નથી. તેમને કાત્યાયિની માતાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે.

વિજયા લક્ષ્મી : લક્ષ્મીજીનું સાતમું સ્વરૂપ વિજયા લક્ષ્મી છે. તેને જય લક્ષ્મી પણ કહેવામાં આવે છે. વિજયા લક્ષ્મી લાલ સાડી પહેરીને કમળ ઉપર વિરાજમાન છે. તેની પૂજા કરવાથી ભક્ત દરેક ક્ષેત્રમાં વિજયી બને છે. કોર્ટ, કચેરી અને ધન-સંપત્તિ સાથે સંકળાયેલી બાબત હોય તો વિજયા લક્ષ્મી ભક્તોને દરેક સંકટમાંથી બચાવે છે.

વિદ્યા લક્ષ્મી : લક્ષ્મીજીનું આઠમું સ્વરૂપ વિદ્યા લક્ષ્મીને માનવામાં આવે છે. વિદ્યા લક્ષ્મી સફેદ સાડી પહેરે છે. તેમનું સ્વરૂપ દેવી બ્રહ્મચારિણી સાથે મળતું આવે છે. વિદ્યા લક્ષ્મીને જ્ઞાન, કલા અને કૌશલ્યનાં દેવી માનવામાં આવે છે. તેમની સાધનાથી શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. – દેવલ થોરિયા

કમળકાકડી

કમળ લક્ષ્મીજીને અતિપ્રિય છે અને કમળકાકડી તેનું બીજ છે. માટે જ કમળકાકડીની માળા દ્વારા લક્ષ્મી મંત્ર કરવાથી ધનવાન થવાય છે.

૨૭ નંગ કમળકાકડી લઈ અત્તર દ્વારા અભિમંત્રિત કરવું અને લક્ષ્મી ગણેશના મંત્ર દ્વારા પૂજા કરીને ઘરના અગ્નિ ખૂણામાં કાચના બાઉલમાં રાખી મૂકવાથી ઘરમાં લક્ષ્મી સ્થિર થાય છે.

શ્રી પર્ણી

શ્રી પર્ણીને ગુજરાતીમાં સવન (સેવન) તરીકે ઓળખવામાં આવે છે. તંત્ર ગ્રંથોમાં લક્ષ્મીજીનો નિવાસ શ્રી પર્ણોમાં છે તેમ વર્ણવેલું છે. હાલમાં ગુજરાતમાં ગીરના જંગલોમાં મોટાભાગે વધુ પ્રમાણમાં શ્રી પર્ણીનાં વૃક્ષો જોવા મળે છે. લક્ષ્મીજીના નિવાસ્થાન સ્વરૂપે શ્રી પીના કાષ્ઠનું મંદિર સર્વશ્રેષ્ઠ ગણાય છે. શ્રી પણીના વૃક્ષનાં લાકડાંમાંથી બનેલું શ્રી યંત્ર,મંદિર,પિરામિડ ગણાય છે. શ્રી પણીના કાષ્ઠને ધનતેરસે લઈ સફેદ-પીળાં સુગંધી પુષ્પો,ગૂગળ ધૂપ,ચંદનના ધૂપ-દીપ કર્યા બાદ નૈવેધમાં મિઠાઈ ધરાવવી. ત્યારબાદ સ્ફટિકની માળા પર II ઓમ શ્રી મહાલક્ષ્મયૈ હીં નમઃ II આ મંત્રનો જાપ કરવો. આ મંત્રની ૩ માળા કર્યા બાદ શ્રી પર્ણોથી બનાવેલાં યંત્ર,મંદિર કે પિરામિડને પૂજાઘરમાં સ્થાપિત કરી નિત્ય તેની સામે ઘીનો દીવો કરવાથી કુબેરસમાન લક્ષ્મીનું આગમન થાય છે. 

આપણા લોકપ્રિય અને પ્રાચીન | એવા દિપોત્સવીના પર્વમાં માતા મહાલક્ષ્મીની પુજા, અર્ચના અને ઉપાસનાનું અનેરૂ મહત્વ છે. આ તહેવારોમાં ધનતેરસ તથા દિવાળીમાં મહાલક્ષ્મી, કાળી ચૌદશમાં મહાકાળી તથા દિવાળીમાં મહાસરસ્વતીની પુજાનું અનોખું જ માહાત્મ્ય છે. કાળી ચૌદશને નરક ચતુર્દશી પણ કહે છે. મહુડીમાં ઘંટાકર્ણ મંદિરમાં મોટો યજ્ઞ કરવામાં આવે છે. ધનતેરસે ધનની પુજાનો અને ધન્વંતરિની પૂજાનો ખાસ મહિમા છે. દિવાળીમાં શ્રીયંત્રની પુજા ગુલાલની પાંદડીઓથી તથા કેસર ચંદનની કરવામાં આવે છે.

દિપોત્સવીના તહેવારોમાં મહાલક્ષ્મી પુજાની વિધિ સંપુર્ણપણે વ્યવસ્થિત રીતે કરવામાં આવે તે જોવું જરૂરી છે. પુજા ส કરનાર ભાવિકે રક્તવર્ણનું આસન લેવું. માતા મહાલક્ષ્મીની તસવીર કે ફોટો સામે રાખવો. તેલનો તથા ઘીનો એમ બે દિપક પ્રગટાવવા. મહાલક્ષ્મી પુજા આખું વર્ષ થઈ શકે છે પરંતુ વૈશાખ તથા આસો શ્રેષ્ઠ માસ છે. શુક્રવાર ઉત્તમ મનાય છે. સોમવાર તથા બુધવાર પણ લક્ષ્મીજીની આરાધના થઈ શકે છે. અનુરાધા કે પુષ્ય નક્ષત્રની પુજા અધિક ફ્ળદાયી છે. મહાલક્ષ્મી માને કમળ પુષ્પ અધિક પ્રિય છે. તે શ્રી, સમુદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક મનાય છે. મહાલક્ષ્મીની કમળથી પુજા કરવાથી તેમના અનેક આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઉપાસના કરનારે પશ્ચિમમાં બેસવું. મંત્ર માટે કોઈપણ માળા લઈ શકાય.

માતા મહાલક્ષ્મી ક્યાં બસે છે?

માતા મહાલક્ષ્મી ક્ષીરસાગરમાં ભગવાન નારાયણના ચરણ કમળ પાસે બેસે છે. આ ઉપરાંત દુધ, દહીં, મધ, યુવાન, કન્યા, તપસ્વી, ગાયનું તાજુ ગોમય, મદમસ્ત હાથી, પુષ્ટ ઘોડા તથા અનુશીલન કરવા વાળા બ્રાહ્મણમાં નિવાસ કરે છે. આજ્ઞાકારી સ્ત્રીમાં ઉચિત આહાર કરવા વાળા પવિત્ર મનુષ્યમાં પણ વસે છે.

લક્ષ્મીજીનું સ્વરૂપ કેવું છે ?

લક્ષ્મીજીનું આસન કમળ પુષ્પ છે. અલંકારો તથા પીળાં વસ્ત્રો ધારણ કરે છે. એક હાથમાં અમૃત કુંભ છે, એક વરદાયી હાથ છે તો બે હાથમાં કમળ પુષ્પ રાખે છે. યોગાસન મુદ્રામાં બેસે છે.

બીજી માન્યતા પ્રમાણે લક્ષ્મીજીની બન્ને બાજુ હાથણી કળશ ઢોળે છે. ગરૂડ પર બેસે છે. શંખ, ચક્ર તથા ગદા ધારણ કરે છે. ગળામાં શ્વેત પુષ્પની માળા ધારણ કરે છે. તેમનાં નેત્ર કમળ સમાન છે. ક્ષમાની મૂર્તિ છે અને અચ્યુત પ્રેયસી કે માધવ પ્રિયાથી પણ ઓળખાય છે.

માતા મહાલક્ષ્મીએ કોલાસુર નામના રાક્ષસનો વધ કરેલો. કોલાસુરની વિનંતી પ્રમાણે તેના વધની જગ્યા કે શહેરનું નામ કોલાસુર ઉપરથી કોલ્હાપુર થયું. આજે કોલ્હાપુરમાં માતા મહાલક્ષ્મીનું સુંદર મંદિર આવેલું છે.

માતા મહાલક્ષ્મીના ચાર પુત્રો છે આનંદ, કર્દમ, ચિકલિત તથા શ્રીત માતા મહાલક્ષ્મીના દિવ્ય ગુણો છે. તેઓ ભક્તોને આશ્રય પ્રદાન કરે છે. માતા મહાલક્ષ્મીના મંત્રનું અનુષ્ઠાન કરનારે મંત્રનો દશાંશ હોમ કમળપુષ્પ, ગુગળ તથા ગાયનું ઘી લઈને કરવાથી માની કૃપા ઉતરે છે. ધન ધાન્યથી ભંડાર ભરેલા રહે છે. માતા લક્ષ્મીજી વારાણસીમાં અન્નપૂર્ણા રૂપે, અયોધ્યામાં માહેશ્વરી રૂપે તથા ગયાધામમાં ગયાસુરી રૂપે પ્રથમ છે. માની કૃપાથી વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે.

લક્ષ્મીજીની ઉપાસના માટે વિવિધ સ્તોત્રો પણ છે જેમ કે : વિષ્ણુવનિતા કવચ, શ્રીસુક્ત, લક્ષ્મીપંજર સ્તોત્ર, કમલા સ્તોત્ર, મહાલક્ષ્મી અષ્ટક, લક્ષ્મી ગાયત્રી મંત્ર વગેરે છે. દિપોત્સવીના તહેવારોમાં સહુ ભક્તો પર માની કૃપા રહે તેવી શુભ ભાવના.

‘ધન તેરસ’નાં અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી (શારદા) છે. તેથી આ દિવસે રાત્રે ધનલક્ષ્મીની સાથે વિદ્યાની દેવી સરસ્વતીની પણ પૂજા થાય છે, ધન ધોવાય છે. ‘ધન ધોવું’ એટલે કાળાં નાણાંમાંથી છૂટકારો મેળવી સાચા પુરુષાર્થથી ‘ધોળું નાણું’ મેળવવાનો સંકલ્પ કરવો. કાળી ચૌદશે મહારાત્રિ દેવી પ્રગટેલાં.

બ્રાહ્મી, વૈષ્ણવી અને માહેશ્વરી રૂપ વિષ્ણુની ‘યોગ નિદ્રા’ એટલે કાળરાત્રિ, નિ મહારાત્રિ કે મોહરાત્રિ. આ રાત્રિએ મંત્ર-તંત્ર દ્વારા દેવીશક્તિની સાધના કરાય છે. સાત્ત્વિક સાધના કરીએ, પંચમકાર-સેવન, ભૈરવીચક્ર વગેરેથી કરતી

‘વામમાર્ગી’ સાધના નહીં. કજિયા-કંકાસનો કકળાટ-કચરો કાઢીને કાળી ચૌદશને પણ ઉજ્જવળ બનાવીએ.

દિવાળીએ દીવડાઓની હારમાળા રચીને નવા વર્ષને હર્ષભેર વધાવીએ. વિક્રમ સંવતના નવા વર્ષના નવલા દિવસે નવા નવા સંકલ્પો સાથે નવપ્રસ્થાન કરીએ. ભાઈ બીજે નારીસન્માનની ભાવના કેળવીએ. લાભ પાંચમે ભૌતિક ધનસંપત્તિ અને આધ્યાત્મિક જ્ઞાનસંપત્તિ બંનેની પ્રાપ્તિ કરીએ. તેથી જ લાભ પાંચમ સાથે જૈન ધર્મની ‘જ્ઞાન પંચમી’ પણ જોડાયેલી છે. જ્ઞાન પંચમીએ જ્ઞાનની સાધના કરીએ, ગ્રંથોનું લેખન-પૂજન કરીએ.

દીપોત્સવીના તહેવારો, પ્રકાશપર્વો મન અને હૃદયને શુદ્ધ, સાત્ત્વિક અને નિર્મળ બનાવે છે. દીપોત્સવ સાથે ‘યમરાજા’ અને દેવોના વૈદ્ય રાજ ધન્વંતરિ પણ સંકળાયેલા છે. આ દેવો ‘મહામારી’ જેવા અસાધ્ય રોગો અને ‘અકાળ મૃત્યુ’માંથી આખા વિશ્વને બચાવે એવી પ્રાર્થના.

કનકધારા યંત્ર તથા સર્વસિદ્ધિદાયક લક્ષ્મી યંત્રનું મહત્ત્વ અને ફાયદા

નકધારા સ્તોત્રમ્ ’ – આદ્યગુરુ શંકરાચાર્યજી મહારાજશ્રીની એક એવી ભાવરચના છે ‘ક આ કે જે 18 શ્લોકમાં ઉદ્ભવિત થયેલી છે. આ રચનામાં વસંતતિલકા, ઉપેદ્રવજા, રથોદ્રતા, પુષ્પિતાગ્ર, ઔપરછજ્ઞિક અને રુચિરા (પ્રભાવતી) છંદોનો પ્રયોગ થયેલો છે. એક વાર આદિગુરુ શંકરાચાર્યજી મહારાજ ભિક્ષા માટે એક બ્રાહ્મણને ત્યાં ગયા. બ્રાહ્મણ પાસે ભિક્ષામાં આપવા કાંઇ જ ન હતું, તે સંકોચાયો. તેના ઘરમાં ફ્ક્ત એક આમળું જ હતું તે શંકરાચાર્યજીને આપ્યું. તેના મનોભાવને સમજીને આદિગુરુ શંકરાચાર્ય મહારાજે મહાલક્ષ્મીજીના કૃપાકટાક્ષ સ્વરૂપ આ કનકધારા સ્તોત્રની રચના કરી. માતા મહાલક્ષ્મી પ્રસન્ન થયાં અને આ સ્તોત્રના ફળસ્વરૂપ પોતે આમળાનો સ્વીકાર કરીને કનક(સોના)નો વરસાદ કર્યો. આ સ્તોત્ર કરવાથી તેમજ કનકધારા યંત્રની પ્રાણપ્રતિષ્ઠા કરીને વિધિ-વિધાન સહિત પૂજન કરવાથી આજે પણ ધનવર્ષા થાય છે, તેમાં શંકાને સ્થાન નથી. આ સ્તોત્રના પ્રભાવ સ્વરૂપ માતા મહાલક્ષ્મીએ શંકરાચાર્ય સમક્ષ વરદાન આપ્યું કે હે મુનિવર! જે કોઇ વ્યક્તિ શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ સહિત આ સ્તોત્રનો પાઠ કરશે, આ કનકધારા યંત્રની પ્રતિષ્ઠા કરશે તેના પર હું સદા પ્રસન્ન થઇને ધનવર્ષા કરીશ, આવું જ એક બીજું ભગવાન શ્રી હરિ વિષ્ણુ દ્વારા વરદાન પ્રાપ્ત કરેલું યંત્ર એટલે કે સર્વસિદ્ધિદાયક લક્ષ્મી યંત્ર છે. આ બે યંત્રોનું મહત્ત્વ એટલું બધું છે કે મનુષ્ય જો ભક્તિ સહિત, પ્રેમ સહિત આ યંત્રની સ્થાપના કરી, તેનું નિત્ય પૂજન કરે, ગાયના ઘીનો દીપક કરે, ગૂગળનો ધૂપ કરે, તેમજ ધનતેરસના પવિત્ર દિવસે આ યંત્રોની સ્થાપના કરી તેનું વિધિવત્ પૂજન કરવાથી જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે. ઋણ (દેવું)માંથી મુક્તિ મળે છે અને ધન સંપત્તિની વૃદ્ધિ થાય છે.

યંત્રો સ્થાપિત કરવાની સરળ વિધિ

સૌપ્રથમ એક બાજોઠ પર લાલ સ્થાપનનું કપડું પાથરી, તેના પર શ્રી લક્ષ્મી-નારાયણની છબી પધરાવવી. તે છબીની ડાબી બાજુ કનકધારા યંત્ર તેમજ જમણી બાજુ સર્વસિદ્ધિદાયક લક્ષ્મી યંત્ર સ્થાપિત કરવું. આ બે યંત્રોને નાગરવેલનાં અથવા આંબાનાં પાન પર સ્થાપિત કરવાં. ત્યારબાદ આ બે યંત્રોને પંચામૃતથી સ્નાન કરાવવું, ત્યારબાદ ગુલાબજળથી સ્નાન કરાવી, તેના પર કંકુ, ચોખા તથા સૌભાગ્ય દ્રવ્ય ચઢાવવાં. બાજોઠની બાજુમાં ગાયના ઘીનો દીવો તેમજ સુગંધીદાર અગરબત્તી તથા દશાંગ ધૂપ કરવાં. ત્યારબાદ આ યંત્રની સામે કનકધારા સ્તોત્રમ્ અને ઇન્દ્રકૃત – શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ્નો પાઠ કરવો. ત્યારબાદ શ્રી મહાલક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે સ્ફટિકની માળા પર  II ઓમ શ્રી વિષ્ણુપ્રિયાયૈ નમઃ II આ મંત્રની 7 માળા કરવી. ત્યારબાદ આ યંત્રો સમક્ષ શુદ્ધ ઘીમાંથી બનાવેલી મિઠાઇ ધરાવવી. – અલગ જાતનાં ફળ બાજોઠ પર ધરાવવાં. ત્યારબાદ શ્રી લક્ષ્મી ચાલીસા, શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કર્યા બાદ આરતી કરવી. ત્યારબાદ પંચાંગના મુહૂર્ત પ્રમાણે આ બંને યંત્રોને ઘરના મંદિરમાં, ઓફિસમાં, ધનસ્થાને સ્થાપિત કરવાં. નિત્ય તેને દીપક તથા અગરબત્તી કરવી. આ રીતે વિધિ-વિધાન સહિત પૂજન કરવાથી માતા મહાલક્ષ્મીજીની કૃપાથી ધન,વૈભવ,ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. – નિલયભાઈજી

 

આ પણ વાંચો : 💥

x
Scroll to Top