Ayushman Health Card 2024: આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો

Join WhatsApp Group Join Now


Ayushman Health Card 2024: તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો ફક્ત 2 મિનિટ માં, જો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડની કોપી નથી તો ચિંતા ન કરશો. કારણ કે તમે આધાર કાર્ડની મદદથી મોબાઇલમાં સરળતાથી આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. એ પણ ખૂબ જલ્દીથી. આ લેખમાં આયુષમાં કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે દર્શાવાયું છે.

તમે જરૂર જનતા હસો કે આયુષમાન કાર્ડના ફાયદા ઘણા છે. અમે એ પણ જાણીએ છીએ કે એવા ઘણા લોકો છે, જેણે આયુષ્માન કાર્ડ બનાવી તો લીધા છે, Ayushman Health Card 2024 ને કેવી રીતે ડાઉનલોડ કેવી રીતે કરવું તે જાણતા નથી, અને તેમની પાસે કોઇ કારણોસર કાર્ડની કોપી નથી. જો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડની કોપી નથી તો બિલકુલ ચિંતા ના કરશો. કારણ કે તમે આધાર કાર્ડની મદદથી મોબાઇલમાં સરળતાઆયુષ્યમાન કાર્ડ એટલે કે Ayushman Health Card 2024 જરૂરથી ડાઉનલોડ કરી શકો છો. આ બાબતે તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે તેના માટે તમારે આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક કરવો ખૂબ જરૂરી છે. 

Ayushman Health Card 2024

પોસ્ટનું નામ Ayushman Health Card 2024 (આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો)
સંસ્થા નું નામ Ministry of Health and Family Welfare, Government of India
પોસ્ટની કેટેગરી સરકારી યોજના
વેબસાઈટ pmjay.gov.in

આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો

આપ જાણતા હશો કે કેન્દ્ર સરકાર ગરીબ વર્ગ માટે આયુષ્માન ભારત યોજનાને ચલાવે છે. પરંતુ, હવે આ યોજના સાથે રાજ્ય સરકારો પણ જોડાયેલી છે. તેથી હવે આ યોજનાનુ નામ બદલીને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી યોજના કરી દીધુ. યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા લોકોના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. પછી તેના દ્વારા કાર્ડધારક મફતમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર કરાવી શકે છે. એવામાં જો તમે આ યોજના સાથે જોડાયેલા છો તો આવો જાણીએ કે તમે તમારા આયુષ્માન કાર્ડને ઘરે બેઠા કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.

આ રીતે કરી શકો છો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ (Ayushman Health Card)

  • સ્ટેપ 1 : સૌપ્રથમ તમારે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે.
  • સ્ટેપ 2 : ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરો અને ત્યાં તમને Download Ayushman card નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • સ્ટેપ 3 : ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય અને તમારો આધાર આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
  • સ્ટેપ 4 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તે નંબર પર એક OTP આવશે તે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • સ્ટેપ 5 : ત્યાર બાદ નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે એ જોવા મળશે અને DOWNLOAD CARD પર ક્લિક કરીને તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

Invalid OTP Please try again આવે તો શું કરવું?

Ministry Of Health and Family Welfareએ Ayushman Health Card Download કરવાની સુવિધા તાજેતરમાં જ શરૂ કરી છે. જેના કારણે આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરતી સમયે સર્વિસ બરાબર કામ કરતી નથી. તો તમને પણ જો Invalid OTP Please try again એવી એરર આવે તો તમે થોડા દિવસો પછી ફરી આ વેબસાઇટ પર જ પ્રયાસ કરી શકો છો અને તમારું હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

 

આ પણ વાંચો : 💥

x