ChatGPT આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત એક અનોખું ચેટબોટ

Join WhatsApp Group Join Now


ChatGPT: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત એક અનોખું ચેટબોટ

હાલના સમયમાં આખા વિશ્વમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સલ્સની સૌથી વધારે ચર્ચા જોવા મળી રહી છે જેનું નામ છે ChatGPT ઇન્ટરનેટ વાપરનાર દરેક વર્ગમાં અત્યારે ChatGPT શબ્દને લઇને પુષ્કળ પ્રમાણમાં કુતુહલતા જોવા મળી રહી છે, ગૂગલ ટ્રેન્ડ પ્રમાણે પણ આ ચેટબોટ અત્યારના સમયમાં સૌથી મોખરે છે અને રોજના એ પોતાના જ રેકોર્ડ તોડી રહ્યું છે, જ્યારે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં તે ભારતમાં વાઈરલ થયું. ત્યારે માત્ર સાત જ દિવસમાં 10 લાખ કરતાં વધારે યૂઝર્સે આ ChutGPTની મુલાકાત લીધી હતી, તે બાબત એક અદ્ભુત પ્રકારની અને અકલ્પનીય પ્રકારની ઘટના કહી શકાય. આ ChatGPTની વિશેષતા એ છે કે તે એવું કન્ટેન્ટ લખી શકે છે જે ખૂબ જ સચોટ હોય અને માણસો દ્વારા લખાયેલું હોય તેમ લાગે. વધુમાં આ ચેટબોટ ટૂલ ગૂગલ માટે ખતરો બની શકે છે. એવું વિવિધ રીપોર્ટ  થકી તાદેશ થાય છે. થોડાક દિવસો પહેલાં જ જી-મેઇલના સ્થાપક પોલે પણ ChatGPT માટે એ ભવિષ્યવાણી કરી કે આ ટુલ ગૂગલને બે જ વર્ષમાં બરબાદ કરી શકે છે. તો આજે જાણીશું કે ChatGPT શું છે, ચેટબોટ અને તેના બે પ્રકાર બાબત તેમજ ChatGPTના ફાયદા અને ગેરફાયદાઓને જાણીશું.

ChatGPT શું છે?

ChatGPT શબ્દ બે શબ્દો એટલે કે ચેટ અને જીપીટીથી બનેલો છે. ચેટ એટલે વાતચીત અને જીપીટી એ એક ભાષાકીય મૉડેલ છે, જે ઊંડા શિક્ષણ પર આધાર રાખે છે. જે આપેલી ટેક્સ્ટ આધારિત ઇનપુટના આધારે વ્યક્તિમત્તા જેવા પેરેગ્રાફ જનરેટ કરી શકે છે. જેમાં કોઇ વપરાશકર્તા કોઈ પણ એક વાક્ય સાથે પોતાના પ્રશ્નો ‘ફીડ’ કરે છે અને ટ્રાન્સફોર્મર ને લીધે ChatGPT સાર્વજનિક રીતે ઉપલબ્ધ ડેટા સેટ્સમાંથી સુસંગત પેરેગ્રાફ આધારિત માહિતીને જનરેટ કરે છે. જીપીટીનું પૂરું નામ જ જનરેટિવ પ્રી-ટ્રેઇન્ડ ટ્રાન્સફોર્મર છે. ChatGPT ઓપનએઆઈ દ્વારા વિકસિત એક પ્રકારની ચેટ બોટ છે અને વધુમાં તે અત્યારના સમયમાં ઉપલબ્ધ અદ્યતન પ્રકારનું નેચરલ લેગ્વેજ પ્રોસેસિંગ મોડલ છે. તેને એક અત્યાધુનિક ભાષા મોડેલ’ પણ કહેવાય છે. જે ટેક્સ્ટ ડેટાના વિશાળ કોર્પસ પર પૂર્વ-પ્રશિક્ષિત છે અને અંદાજિત 100 થી વધુ ભાષામાં ડેટા જનરેટ કરવાનાં કાર્યો કરે છે. ખાસ કરીને ચેટજીપીટી પ્રશ્ન-જવાબ, ટેક્સ્ટ સારાંશ અને કન્ટેન્ટ નિર્માણ માટે યથાયોગ્ય છે અને તે મોડલ ટ્રાન્સફોર્મર આર્કિટેક્ચર પર આધારિત છે અને ટેક્સ્ટ જનરેટ કરવા માટે ડીપ ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરે છે. વધુમાં તે સુસંગત અને સંદર્ભની દ્રષ્ટિએ યોગ્ય ઉચ્ચ ગુણવત્તાવાળા ટેક્સ્ટ જનરેટ કરવાની મંજૂરી પણ આપે છે. હાલના સમયમાં ChatGPTનો ઉપયોગ ગાહક સેવા, ચેટબૉટ્સ અને માહિતી પુનઃપ્રાપ્તિ સિસ્ટમ્સ પર કાર્ય કરતાં વિવિધ ઉદ્યોગો અને એપ્લિકેશન્સમાં થાય છે.

ચેટબોટ એટલે શું?

ચેટબોટ એક સોફ્ટવેર એપ્લિકેશન છે, જે એક સરળ પ્રકારનું ચેટ ઇન્ટરફેસ એટલે કે સંવાદ સ્કિનની જેમ કામ કરે છે અને આર્ટિફશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીની મદદથી ડેવલપર દ્વારા પહેલેથી નિર્ધારિત કરેલા સવાલના જવાબ આપે છે. ચેટબોટ દ્વારા આપવામાં આવતા જવાબ ક્વિક, ચોક્કસ, ભૂલરહિત અને ઓટોમેટેડ હોય છે. તેને ડેટાબેઝ આધારિત ક્વેરીના નામથી પણ ઓળખવામાં આવે છે.

ચેટબોટા મુખ્ય બે પ્રકાર છે
૧) રૂલ આધારિત ચેટર્બોટ – રૂલ આધારિત ચેટબોટ FAQs – ફિકવટલી આસ્કડ કવેશચન પ્રકારના કાર્યો સાથે જોડાયેલ છે, જેમાં અમુક ચોક્કસ પ્રકારના ધંધા અથવા સેવાને અનુરૂપ નો પહેલેથી જ દાખલ કરવામાં આવે છે. આ પ્રકારના ચેટબોટ મોટાભાગે વેબસાઈટ કે સોશિયલ મીડિયા એપ્લિકેશન પર વધુ પ્રમાણમાં લાગુ પાડી શકાય છે કે જ્યાં ડેટા એક જ પ્રકારનો હોય અથવા તો ફિકસ હોય અને વધારાની કોઈ પણ માહિતી ઉમેરવાની જરૂર ન હોય. વધુમાં આ પ્રકારના ચેટબોટમાં દરેક પ્રશ્ન માટે ના જવાબ પણ પહેલેથી જ દાખલ કરવામાં આવે છે અને તે પણ પ્રશ્નને સંગત અને સ્ટેટિક હોય છે, જ્યારે કોઈ પણ યૂઝર્સ પ્રશ્ન પુછું ત્યારે નિર્ધારિત કરેલી પેટર્ન અને અલ્ગોરિધમનો ઉપયોગ કરીને યુઝર્સના પ્રશ્નોનો જવાબ આપવામાં આવે છે. જો કોઇ યૂઝર્સ પહેલેથી ઉપલબ્ધ પ્રશ્ન સિવાયનો પ્રશ્ન પૂછવા માંગે તો આ પ્રકારનું ચેટબોટ એવા પ્રશ્નના જવાબ આપી શકતું નથી, પરિણામે આ ચેટબોટ નિશ્ચિન કમાન્ડ ઉપર જ કાર્ય કરે છે અને એ કમાન્ડ મુજબ જ ચોક્કસ જવાબ આપે છે, પરિણામે તેને એક મર્યાદિત પ્રકારના ચેટબોટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

૨) આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ : જેમ ફુલ આધારિત ચેટબોટમાં પૂર્વનિર્ધારિત પ્રશ્નો અને તેના જવાબ પૂર્વ નિર્ધારિત હતા અને તે કમાન્ડ આધારિત કાર્ય કરતું હતું તેનાથી વિપરીત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ચેટબોર્ટ કમાન્ડ આધારિત નથી. તેમાં પ્રોગામિંગ લેંગ્વેજનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે છે, જે યુઝર્સના કન્ટેન્ટને સમજવાનો પ્રયત્ન કરે છે. યૂઝર્સ કેવા પકારની કવેરી પૂછી રહ્યો તેના આધારે આ ચેટબોટ રિયલ ટાઇમમાં કવેરી ઉકેલવાની અને જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. વધુમાં આ પ્રકારના ચેટબોટની મુખ્ય ખાસિયત એ છે કે જેટલું તેનું યુઝર્સ સાથેનું કમ્યુનિકેશન વધતું જાય છે તેમ તેમ તે મશીન લર્નિંગના આધારે વધુ ને વધુ સ્માર્ટ બનતું જાય છે અને તેની જવાબ આપવાની ચોક્કસતા અને ઝડપ એટલી જ વધતી જાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટમાં એલેક્ષા, ગુગલહોમ પણ સમાવેશ થાય છે.

ChatGPTના ૬ ફાયદા

(૧) સુધારેલી કાર્યક્ષમતા : ChatGPT ખૂબ જ ઝડપથી મોટી માત્રામાં ડેટા પર પ્રક્રિયા કરી શકે છે. અને કોઈ પણ પ્રશ્નનો સચોટ અને સંક્ષિપ્ત જવાબ આપી શકે છે. યૂઝર્સનો સમય બચાવે છે અને સાથે જ કાર્યક્ષમતામાં હંમેશાં વધારો કરે છે.

(૨) વર્સેલિટી: હાલના સમયમાં અને આવનારા ભવિષ્યમાં ChatGPT નો ઉપયોગ વિવિધ પ્રકારની ઍપ્લિકેશન્સમાં થઈ શકે છે. ચેટજીપીટીનો ઉપયોગ એવી એપ્લિકેશનમાં થશે જેમાં પ્રશ્ન-જવાબ, કન્ટેન્ટ જનરેશન, ગાહક સેવાનો વધુ સમાવેશ થતો હોય.

(3) વૈક્તીકરણ : ChatGPTને વ્યક્તિગત જવાબો અને ભલામણોને પ્રદાન કરવા માટે ચોક્કસ ડેટા પર પ્રશિક્ષિત કરી શકાય છે. જે વપરાશકર્તાના અનુભવને વધારે છે. જેમ જેમ વપરાશકર્તા ચેટજીપીટીનો ઉપયોગ કરતો જશે, તેમ તે યૂઝર્સ અને ચેટજીપીટી બંને એકબીજા માટેની નવી બાબતોને શીખતા જશે.

(૪) સતત સુધારો : ચેટજીપીટી તેની ક્રિયા-પ્રતિક્રિયાઓમાંથી શીખી શકે છે અને સમય જતાં તેના પ્રતિભાવોને તે સુધારી શકે છે. જેમ કોઈ યૂઝર ચેટજિપીટી ઈન્ટરફેસ પર પોતાને જરૂરી હોય ને ક્યુરી મૂકતા જો તેમ ચેટજીપીટી સારા અને તથા યોગ્ય જવાબ માટે યૂઝર્સને વધુ શુદ્ધ અને અત્યાધુનિક મોડલ તરફ દોરી જાય છે.

(૫) ખર્ચ-અસરકારક : માનવ-આધારિત ગ્રહકસેવા અથવા ઇન્ફોર્મેશન સપોર્ટની તુલનામાં, ChatGPT મોટી સંસ્થાઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઓછા ખર્ચે કાર્ય કરી શકે છે અને તે ગમે તેટલા મોટા સ્કેલ પર પણ કાર્ય કરી શકે છે. તેનાથી તેની કાર્યક્ષમતામાં કોઈ તફાવત દેખાતો નથી.

(૬) સુલભતામાં વધારો : ChatGPT ૨૪/૭ સમય માટે અને ૩૫૬ દિવસ યુઝર્સને કે સંસ્થાને માહિતી અને સમર્થન પ્રદાન કરી શકે છે, જ્યાં વપરાશકર્તાઓ પાસે માનવ સમર્થન મર્યાદિત હોય છે ત્યાં ચેટજીપીટી થકી સુલભતામાં વધારો કરી શકાય છે.

ChatGPT ના ૬ ગેરફાયદા:

(૧) સંદર્ભિત જાગૃતિનો અભાવ : ChatGPTમાં સંદર્ભને સમજવાની ક્ષમતાનો અભાવ ધરાવે છે. કારણ કે જયારે કોઇ પ્રશ્ન અથવા કથન બનાવવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે આ ચેટ બોટ તે બનાવવામાં આવેલા પ્રશ્ન અથવા કોઈ કથન બાબતે ખોટા તેમજ અપ્રસ્તુત જવાબોને રજૂ કરે છે.

(ર) પૂર્વગ્રહ અને રૂઢિબદ્ધ ધારણાઃ કોઈ પણ આર્ટિફશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમની જેમ, ChatGPT ને પણ પક્ષપાતી ડેટા પર તાલીમ આપી શકાય છે અને રૂઢિંબદ્ધ ધારણા કાયમી ધોરણે ઊભી કરી શકાય છે. જે મોટાભાગે પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ પરિણામ તરફ દોરી જાય છે.

(3) જટિલપ્રશ્નો માં મુશ્કેલી : ChatGPT જટિલ અને અમૂર્ત પ્રશ્નો સાથે સંઘષ કરે છે. કારણ કે તે ફક્ત તે ડેટાની પેટર્ન પર આધાર રાખે છે, જેના પર તેને તાલીમ આપવામાં આવી હતી અને પરિણામે જો કોઇ યૂઝર કોઈ વિષયને લગતો જટિલ પ્રશ્ન પૂછે છે તો તે સમયે ChatGPT ગૂંચવાઈ જાય છે.

(૪) મર્યાદિત સામાન્ય જ્ઞાન : ChatGPTનું જ્ઞાન તેને જેના પર પ્રશિક્ષિત કરવામાં આવ્યું છે તેના સુધી મર્યાદિત છે અને તે વાસ્તવિક સમયમાં એટલે કે રિયલ ટાઈમમાં તે શીખી શકતું પણ નથી અને અનુકૂલન પણ કરી શકતું નથી.

(૫) સહાનુભૂતિનો અભાવ: ChatGPT લાગણીઓને સમજવા અથવા સહાનુભૂતિ દર્શાવવામાં સક્ષમ નથી, જે ભાવનાત્મક ટેકો પૂરો પાડવાની અથવા અર્થપૂર્ણ વાતચીતમાં જોડાવાની તેની ક્ષમતાને મર્યાદિત કરી શકે છે.

(6) ગોપનિયતતી ચિંતાઓ: ચેટજીપીટીનો ઉપયોગ ગોપનીયતાની ચિંતાઓને ઊભી કરે છે, કારણ કે તેને ડેટા પ્રક્રિયા કરવા અને તેને સંગ્રહિત કરવા માટે મોટી માત્રામાં વ્યક્તિગત ડેટાની જરૂર પડે છે, પરિણામે તેની પાસે ઘણો અગત્યનો અને ગોપનીય ડેટા પણ ભેગો થઇ જાય છે, હવે તે કયો ડેટા શેર કરવો જોઈએ અને કયો ડેટા શેર ન કરવો જોઈએ તે બાબતને ઓળખી શકતું નથી. પરિણામે તે સંભવિતપણે અનધિકૃત પક્ષોને સંવેદનશીલ અને ગોપનીય ડેટા શેર કરી શકે છે.

ChatGPT Website Click Here
આ પણ વાંચો : 💥

x