Gujarat Heavy Rain forecast: ગુજરાતમાં આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી

Join WhatsApp Group Join Now

ગુજરાતમાં આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી કરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ અને, મોરબીમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 40 km/h ની ઝડપે પવન ફૂંકાશે.
જયારે ગુજરાતના મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા, મહીસાગર, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, દમણ દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં ગઈકાલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ગુજરાતમાં આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી: અમદાવાદ, ગાંધીનગર સહીત આ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે…

ગુજરાતમાં આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી કરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ અને, મોરબીમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 40 km/h ની ઝડપે પવન ફૂંકાશે.
જયારે ગુજરાતના મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા, મહીસાગર, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, દમણ દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં ગઈકાલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદમાં ગઈકાલે શુક્રવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં છેલ્લા બે-ચાર દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો હતો. જેના પગલે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા. ત્યારે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.
એસજી હાઈવે, થલતેજ, વસ્ત્રાપુર, સેટેલાઈટ, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક સહિત તમામ વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા હતા. ભારે વરસાદને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પરિણામે વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે અને મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગઈકાલે અમદાવાદ સહિત અનેક જગ્યાએ મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે ધંધુકામાં નોંધાયો હતો.

આ પણ વાંચો : 💥

x