ગુજરાત વિધાનસભા ચૂંટણી: બીજા તબક્કાના 93 બેઠકમાં આજે મતદાન

Join WhatsApp Group Join Now


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે સોમવારે મતદાન થવાનું છે. જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે. જેમાંથી 69 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં ઉતરી છે. બીજા તબક્કામાં ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 93-93-93 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.

બીજા તબક્કાના મતદાન પહેલા મતદારો માટે જરૂરી સ્પષ્ટતા

બીજા તબક્કાના મતદાન પહેલા મતદારો માટે જરૂરી સ્પષ્ટતા કે મતદાનનો સમય સવારે 8:00 થી સાંજના 5:00 સુધીનો છે

મતદાન મથકમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે

વોટર ઇન્ફોર્મેશન સ્લીપ માત્ર બુથની જાણકારી માટે છે,મતદાન કરવા માટે માન્ય 12 પ્રકારના ઓળખ દસ્તાવેજમાંથી કોઈપણ એક અસલમાં લઈને જવા મતદારોને અપીલ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ એટલે કે મતદાર કાપલી માત્ર મતદાન બુથની જાણકારી માટે છે, એ કાપલી મતદાન કરવા માટેના ઓળખ દસ્તાવેજ તરીકે માન્ય રહેશે નહીં.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતદારોને વિશેષ જાગૃત કરતાં જણાવ્યું હતું કે, તા. 5 મી ડિસેમ્બરે પણ મતદાનનો સમય સવારે 8:00 વાગ્યા થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે. પ્રથમ તબક્કાના મતદાન વખતે કેટલાક વિસ્તારોમાં મતદાન માટેના સમયગાળા બાબતે મતદારોમાં દ્વિધા હતી. આવું ન થાય અને દરેક જાગૃત નાગરિક

સમયસર મતદાન કરી શકે એ માટે સૌએ ખાસ નોંધ લેવાની આવશ્યકતા છે કે, મતદાનનો સમયગાળો સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે.

શ્રીમતી પી. ભારતીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે, એટલે મોબાઈલ ફોનમાં સાચવેલા ઓળખ દસ્તાવેજો મતદાન મથકમાં ફરજ પર રહેલા અધિકારીઓ-કર્મચારીઓને દર્શાવવા સંભવ બની શકશે નહીં. મતદારોએ આ માટે જરૂરી ઓળખ પુરાવા પોતાની સાથે લઈને જવા તેમણે અપીલ કરી હતી.

મતદાર આઈડીની ગેરહાજરીમાં, કયા દસ્તાવેજો બતાવીને મત આપી શકો? 
1. પાસપોર્ટ
2. ડ્રાઇવિંગ લાઇસન્સ
3. જો તમે કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કર્મચારી છો અથવા PSU અને પબ્લિક લિમિટેડ કંપનીમાં કામ કરતા હોવ તો કંપનીના ફોટો IDના આધારે પણ વોટિંગ કરી શકાય છે.
4. પાન કાર્ડ
5. આધાર કાર્ડ
6. પોસ્ટ ઓફિસ અને બેંક દ્વારા જારી કરાયેલ પાસબુક.
7. મનરેગા જોબ કાર્ડ.
8. શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલ આરોગ્ય વીમા કાર્ડ.
9. પેન્શન કાર્ડ કે જેના પર તમારો ફોટો લગાવેલ છે અને પ્રમાણિત છે.
10. નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) દ્વારા જારી કરાયેલ સ્માર્ટ કાર્ડ.
11. સાંસદ/ધારાસભ્ય/MLC દ્વારા જારી કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડ.
12. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ અનન્ય વિકલાંગતા ID (UDID) કાર્ડ.  
(તમે આમાંથી કોઈપણ એક આઈડી કાર્ડ બતાવવા પર મત આપી શકશો.)

પ્રથમ તબક્કા દરમિયાન ચૂંટણી તંત્રના જાણમાં આવ્યું છે કે, કેટલાક મતદારો પોતાને મળેલી વોટર ઇન્ફોર્મેશન સ્લીપ ઓળખ દસ્તાવેજ તરીકે સાથે લઈને મતદાન કરવા ગયા હતા. વોટર ઇન્ફોર્મેશન સ્લિપ મતદારોના બુથની જાણકારી માટે છે. તે ઓળખ દસ્તાવેજ નથી. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ તમામ મતદારોને અપીલ કરતાં કહ્યું હતું કે, દરેક મતદારો પોતાની સાથે મતદાર ફોટો ઓળખપત્ર, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ કે અન્ય 12 પ્રકારના માન્ય ઓળખ દસ્તાવેજમાંથી કોઈપણ એક અસલ ઓળખ દસ્તાવેજ પોતાની સાથે રાખીને સરળતાથી મતદાન કરી શકે છે.

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કા માટે વડાપ્રધાનથી લઇ કેન્દ્રીય નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ઉમેદવાર છે. હાર્દિક પટેલ વિરમગામથી અને અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી લડી રહ્યા છે. એવી જ રીતે મધુ શ્રીવાસ્તવ જેવા બળવાખોર પણ મેદાનમાં છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને ત્યાંનું પેચીદું જ્ઞાતિ સમીકરણ ત્રણેય પાર્ટી માટે સમજવું મુશ્કેલ છે. કોંગ્રેસના જૂના જોગીઓ બીજા તબક્કામાં લડે છે તો આમ આદમી પાર્ટીના મોટાભાગના ચહેરા પહેલા તબક્કામાં લડી ચૂક્યા છે. બીજા તબક્કામાં તેમના કોઇ જાણીતા ચહેરા નથી.

બીજા તબક્કાની ચૂંટણી માટે અમદાવાદમાં ધામા નાખીને બેઠેલા અસુદ્દુદીન ઓવૈસીની AIMIM પાર્ટીએ 14 ઉમેદવાર સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં બે હિન્દુ અને 12 મુસ્લિમને ટિકિટ આપી છે. આ 14 બેઠકમાંથી હાલ કોંગ્રેસ પાસે 8 અને ભાજપ પાસે 6 સીટ છે. પ્રચારના છેલ્લા દિવસે તેમણે નવો રંગ બતાવ્યો. ગોધરામાં તેમનો વિરોધ થયો પછી અમદાવાદના દરિયાપુરમાં ઓવૈસી ગો બેકના નારા લાગ્યા હતા. આમ તો કાયમ આક્રમક મિજાજમાં રહેલા ઓવૈસી અમદાવાદના જમાલપુરના ઉમેદવાર માટે મત માગતી વખતે ભાવુક થઇ ગયા.

નીચેની રીતે તમે તમારા ગામની આખી મતદાર યાદિ pdf ડાઉનલોડ કરી શકો છો.સૌ પ્રથમ તમારે ચુંટણી કમીશન ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે. આ માટે https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx લીંક પર ક્લીક કરી ઓપન કરી શક્સો.
ત્યારબાદ ઓપન થયેલ પેજમાં જિલ્લો,તાલુકો અને ગામ સીલેકટ કરતા તમારા આખા ગામની મતદાર યાદિ pdf ડાઉનલોડ કરી શકસો.

મતદારયાદિ 2022 મા નામ કેવી રીતે ચેક કરવું ?

તમારુ નામ તમે તમારા ગામ/વોર્ડની મતદારયાદિમા ઓનલાઈન કેવી રીતે તપાસી શકો છો ? આ માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે. How to check name in voter list 2022
Step : 1 સૌ પ્રથમ ચુંટણી કમીશનની ઓફીસીયલ વેબસાઇટ https://electoralsearch.in/ ખોલવાની રહેશે.

Step : 2 જેમા આ મુઅજ્બની વિગતો ભરો જેમ કે – નામ, DoB, રાજ્ય, જિલ્લો, વિધાનસભા મતવિસ્તાર

Step : 3 તમને કેપ્ચા કોડ માટે પૂછવામાં આવશે. તમારી સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે દાખલ કરો.

Step : 4 Search પર ક્લિક કરો.

૨૦૨૨ ની નવી મતદારયાદિ ચુંટણી પંચની ઓફીસીયલ વેબસાઇટ પર મુકાઇ ગયેલ છે. મતદારયાદિ ૨૦૨૨ pdf ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે. ફોટોવાળી મતદારયાદિ 2022
તમારા ગામની નવી મતદાર યાદી 2022 પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.આ લિંક પર ક્લિક કરો- http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx

 
 
 
Gujarat Voter List 2022 Click Here
Live Election Reports from News Channels Click Here

 

આ પણ વાંચો : 💥

x