GSEB SSC Result 2022: ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2022, આ રીતે જોઇ શકાશે પરિણામ

Join WhatsApp Group Join Now


GSEB SSC Result 2022: GSEB 10 Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધો. 10 (Gujarat Board 10th) ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર થશે પરંતુ શાળામાંથી માર્કશીટ ક્યારે મળશે?

GSEB 10 Result: રાજ્યમાં ધો.10 ની બોર્ડની પરીક્ષાનું ( GSEB SSC Result 2022) પરિણામ જાહેર થવાનું છે. વિદ્યાર્થીઓ સવારે 10.00 વાગ્યાથી ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પરથી આ પરિણામ જાણી શકશે. પરિણામ જાણવા માટે ઉમેદવારોએ પોતાનો બેઠક ક્રમાંક નાખવાનો રહેશે. જોકે, આ રિઝલ્ટ ઓનલાઈન જાહેર થશે ત્યારે સૌના મનમાં પ્રશ્ન હશે કે ઓનલાઈન રિઝલ્ટ જાહેર થયા પછી આ પરિણામ શાળામાંથી હાર્ડકોપની સ્વરૂપે ક્યારે મળશે. બોર્ડ દ્વારા આ અંગે નોટિફીકેશન (GSEB SSC Result 2022 Notification)માં સૂચનાઓ આપવામાં આવી છે.

બોર્ડ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ મુજબ વિદ્યાર્થીઓ www.gseb.org પરથી સવારે 10.00 વાગ્યાથી બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરી અને પરિણામ મેળવી શકશે. આ પરિણામ ઓનલાઈન સ્વરૂપે જ હશે.

વિદ્યાર્થીઓને ઓફલાઈન પરિણામ જેમ કે ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાને મોકલવા અંગેની જાણ આગામી દિવસોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમકિ શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવશે.

બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ કોઈ વિદ્યાર્થીને ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા માટે જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયમત ફોર્મ ગુણપત્રક અને પ્રમાણ પત્ર સાથે શાળાઓને મોકલી આપાવામાં આવશે. જેની શાળાઓએ અને આચાર્યએ તેમજ વાલી વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જૂનમાં આવશે!

નોંધનીય છે કે, 4 દિવસ અગાઉ જ ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયું હતું. ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર કરાશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં 28 માર્ચથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી. જેમાં બંને વર્ગના કુલ 14 લાખથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જોકે મીડિયા અહેવાલો અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે. બોર્ડ દ્વારા 12મી એટલે કે એચએસસીનું પરિણામ 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું છે. ઘણીવાર એવું જોવા મળે છે કે 12માના પરિણામના 15 દિવસમાં બોર્ડ 10માનું પરિણામ જાહેર કરી દે છે. (Dhoran 10 board results 2022) આ મુજબ 10નું પરિણામ 26 કે 28 મે સુધીમાં આવી શકે છે. જોકે, પરિણામની તારીખ અંગે બોર્ડ દ્વારા કોઈ માહિતી જારી કરવામાં આવી નથી.

આ રીતે ચેક કરે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ GSEB SSC પરિણામ

  • સૌ પ્રથમ, વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર લોગીન કરે.
  • ત્યારબાદ વિદ્યાર્થી હોમપેજ પર આપેલ લિંક GSEB SSC result 2022 અથવા GSEB Class 10 Result 2022 પર ક્લિક કરો.
  • વિદ્યાર્થીઓ અહીં તેમનો રોલ નંબર દાખલ કર્યા બાદ પરિણામ જોવા માટે સબમિટ બટન પર ક્લિક કરી પરિણામ જોઇ શકશે.
  • સ્ક્રીન પર પરિણામ ખુલ્યા પછી, વિદ્યાર્થીઓ તેની પ્રિન્ટ આઉટ અથવા સ્ક્રીનશોટ લઈ શકે છે.
આ પણ વાંચો : 💥

x
Scroll to Top